તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદમાં 26 હજારથી વધુ વ્યક્તિ હોમકોરન્ટાઇન કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના COVID-19ની મહામારીને નાથવા નાથવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો જ રહો અને સુરક્ષિત રહોની અપીલ કરવામાં આવી રહી છે. તેમજ આ વાયરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં જિલ્લાની ચેકપોસ્ટ ખાતે 28 માર્ચ 2020ના 273 વાહનોના 1114 પેસેન્જરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું. અને આજ દિન સુધી કુલ -7580 વાહનોના 31285 પેસેન્જરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ છે.

જિલ્લામાં 28 માર્ચ સુધીમાં 26497 વ્યક્તિઓને ગાઈડલાઈન અનુસાર હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. 56 વ્યક્તિઓને ગાઈડલાઈન અનુસાર ફેસીલીટી કોરેન્ટાઈન્ડ કરવામાં આવેલ છે.

હાઉસ ટુ હાઉસ સર્વે અંતર્ગત 28 માર્ચ ના 27608 ઘરના કુલ 132392 વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો હતો અને આજ દિન સુધી કુલ -110042 ઘરના કુલ-535562 વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. વિશ્વના સૌથી વધુ દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે. ત્યારે હજુ બોટાદ જિલ્લામાં એક પણ કોરોના નો પોઝિટિવ પોઝિટિવ કેસ નોંધાયો નથી કોરોના વાયરસના સંક્રમણની અટકાવવા આ રોગને એપેડેમીક એક્ટ-1986 માં સમાવિષ્ટ કરી તા-13 માર્ચથી નોટિફાઇડ કરેલ છે. કોરોના વાયરસ જાહેરમા થુંકવાથી પણ ફેલાય છે. તેથી જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અન્વયે તમામ નગરપાલિકા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂંકનાર સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે. બોટાદ જિલ્લામા આવશ્યક ચીજ વસ્તુઓની હોમ ડીલીવરી શરૂ લોકોમા રાહત થઇ છે.

વહીવટી તંત્રની અપીલ : ઘરમાં જ રહો, સુરક્ષિત રહો

અન્ય સમાચારો પણ છે...