તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીની સંસ્થાનો 3 બિલ્ડિંગ, 45 બસ આપવાનો પ્રસ્તાવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં ચાલી રહેલી વિકટ પરિસ્થિતિમાં કોરોના બીમારી સામે સરકારી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ અને પ્રજા લડત ચલાવી રહ્યા છે. ત્યારે આ લડતમાં પોતાની સંસ્થાનું કેમ્પસ, 2 બિલ્ડીંગ તથા 45 બસ સરકારને મદદ માટે ગમે ત્યારે ઉપયોગમાં લેવા માટે મોરબીના એક શિક્ષણવિદે સરકારને પ્રસ્તાવ મોકલી આપ્યો છે. મોરબીની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ મોરબી જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસવડાને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, મોરબી-રાજકોટ હાઇવે પર અમારુ સંકુલ આવેલું છે. જ્યાં 40 રૂમ, હોલ, રસોડું, મેદાન સહિતની સુવિધા છે. તેમજ શનાળા રોડ પર તથા રવાપર રોડ પર પણ અમારી સંસ્થાના બે મોટા બિલ્ડીંગ છે. તેમજ અમારી પાસે 45 સ્કૂલ બસ છે.

અન્ય સમાચારો પણ છે...