તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજી સિવિલમાં મોબાઇલ મેડિકલ યુનિટ સેવાનો પ્રારંભ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીમાં સરકારી હોસ્પિટલ દ્વારા મોબાઇલ મેડિકલ યુનિટ સેવા શરૂ કરાઈ છે લોક ડાઉનના સમયમાં દર્દીને અથવા તો તેમના સગા વહાલાને જાહેરમાં આવવું ન પડે તે માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ના ડોક્ટરો દવા સાથે દર્દી ના ઘરે જઈને સારવાર આપશે. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે મોબાઈલ મેડિકલ યુનિટ સેવાનો પ્રારંભ કરાયો છે. ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર જી વી મીયાણીના હસ્તે આ સેવા શરૂ કરાઇ હતી. દર્દીઓ માટે તેમના જ ઘરમાં ડોક્ટરો સારવાર આપવા આવે તે પ્રકારની 2 એમ્બ્યુલન્સના મારફતે ડોક્ટરોની ટીમ સાથે સંપૂર્ણ વિનામૂલ્ય સુવિધા આપવાનો શરૂ કરવામાં આવેલ છે. જેથી કરીને ધોરાજીની તમામ જનતા કોઈપણ સમયે હેલ્પ લાઇનમાં ફોન કરશે, તો અમારી ડોક્ટરની ટીમ તેમના ઘર સુધી પહોંચીને મેડીકલ સેવા સંપૂર્ણ મફત આપનાર છે અમારી હેલ્પ લાઈન નંબર ડો. જયેશ વસેટીયન મો.98980 40625, ડો. રાજ બેરા મો.94288 82976 ઉપર સંપર્ક કરવો.

દર્દીને તકલીફ નહીં પડે : નાયબ કલેક્ટર

નાયબ કલેક્ટર ગૌતમ મીયાણીએ જણાવ્યું હતું કે ધોરાજીમાં લોક ડાઉન ના કારણે જાહેરનામાનો ભંગ ન થાય પણ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જાહેરમાં જળવાઈ રહે તે હેતુથી કોઈ પણ રોગના દર્દીને કોઈ પણ અચાનક તકલીફ પડે તો તાત્કાલિક ધોરાજી હોસ્પિટલનો સંપર્ક સાધવાથી તેમના ઘર સુધી દવાખાનું પહોંચશે. તેમના જ ઘરે વિનામૂલ્યે ડોક્ટરો ની ટીમ સારવાર અને દવાઓ અપાશે.

_photocaption_દર્દીઓને ઇમર્જન્સી કેસમાં ઘરે જ સારવાર મળશે. }તસવીર : ભરત બગડા*photocaption*
અન્ય સમાચારો પણ છે...