વાપીની હોસ્પિટલમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી આવ્યાં બાદ ગુમ થતાં દોડધામ મચી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીની એક ખાનગી હોસ્પિટલમાં બુધવારે સેલવાસની એક મહિલા તાવ અને ઉંધરસ સાથે તબીબી સારવાર માટે આવી હતી. તબીબને બતાવ્યાં બાદ તબીબને શંકાસ્પદ કોરાના વાઇરસના દર્દી જણાતાં તેને વધુ સારવાર માટે સૂચન કરાયુ હતુ, પરંતુ ત્યારબાદ તરત જ આ મહિલા હોસ્પિટલથી નિકળી ગઇ હતી. જેનો મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ મોબાઇલ ફોન પણ બંધ આવ્યો હતો. પોલીસે પણ મોબાઇલ નંબરના આધારે લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગુરૂવારે મોડી સાંજ સુધી કોઇ સંપર્ક થઇ શકયો ન હતો.

વાપી સહિત વલસાડ જિલ્લામાં કોરોના વાઇરસના કારણે મોલ,સિનેમા, હોલ સહિત મોટી દુકાનો બંધ કરાવામાં આવી રહી છે. ત્યારે વાપી હાઇવે પર આવેલી રેઇમ્બો હોસ્પિટલમાં સેલવાસની એક મહિલા ખરાબ તબિયતને લઇ બતાવવા આવી હતી. જેને તાવ અને ઉંધરસ આવી રહી હતી. તબીબને બતાવતાં શંકાસ્પદ કોરોના વાઇરસની આંશકાના કારણે તબીબે વધુ સારવાર માટે કહ્યુ હતું. જેને લઇ ગભરાયેલી મહિલા વધુ સારવાર લેવાની જગ્યાએ હોસ્પિટલથી નિકળી ગઇ હતી.

ગુમ થયેલી મહિલાનોમોબાઇન ફોન પર હોસ્પિટલથી સંપર્ક કરવાનો સતત પ્રયાસો કરાયો હતો, પરંતુ મોબાઇન ફોન બંધ આવતાં આખરે પોલીસને પણ જાણ કરી હતી.

પોલીસની ટીમે હોસ્પિટલે આપેલા નંબરના આધારે લોકેશન ટ્રેસ કરવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ ગુરૂવારે મોડી સાંજ સુધી મહિલાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આ વાતની જાણ થતાં લોકોમાં પણ ડરનો માહોલ વધી રહ્યો છે.

પોલીસ પણ ટ્રેસ કરી શકી નથી

સેલવાસની મહિલા તબીબી તપાસમાં મારી પાસે હોસ્પિટલમાં આવ્યા હતાં. જેને તાવ અને ઉંધરસ હતી. શંકાસ્પદ લાગતાં તેને વધુ સારવાર માટે જણાવ્યુ હતું, પરંતુ હોસ્પિટલથી ગયા બાદ ફોન બંધ આવે છે. પોલીસે પણ મોબાઇલ નંબરને આધારે ટ્રેસ કર્યુ હતુ, પરંતુ હજુ સુધી કોઇ સંપર્ક થઇ શકયો નથી. શંકાસ્પદ દર્દીના હોસ્પિટલમાં આવતાં અમે પણ સાવધાનીથી કામગીરી કરી રહ્યાં છે. > ડો. તેજસ શાહ, રેઇમ્બો હોસ્પિટલ ,વાપી
અન્ય સમાચારો પણ છે...