તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંખેડા ગ્રામ પંચાયતની નોટિસને પગલે ખાણીપીણીની લારીઓ બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા ગ્રામ પંચાયતે ખાણી-પીણીની લારીઓ, દુકાનો તેમજ આમલેટ, બિરયાનીની લારીઓ દુકાનો બંધ રાખવા અપાયેલી નોટિસને પગલે ખાણીપીણીની લારીઓ, દુકાનો તેમજ આમલેટ, બિરયાનીની લારીઓ દુકાનો બંધ રહી. કુલ 40 જેટલી લારીઓ, દુકાનો બંધ રહી હતી. એ સિવાયના વેપાર-ધંધા રાબેતા ચાલુ રહ્યા હતા.

કોરોના મહામારી રોકવા માટે સાવચેતીના પગલારૂપે સંખેડા ગામમાં આવેલી ખાણી-પીણીની લારીઓ, દુકાનો તેમજ આમલેટ અને બિરયાનીની લારીઓ અને દુકાનો બંધ રાખવા માટે સંખેડા ગ્રામ પંચાયતે આ દુકાનદારોને નોટિસ આપીને તા.31મી માર્ચ સુધી બંધ રાખવા જણાવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા અપાયેલી આ નોટિસના પગલે ગામમાં આવેલી ખાસ કરીને ભાથુજીની ડેરી પાસેનો ખાડો જે સંખેડાની ચોપાટી ગણાય છે. ત્યાં દિવસભર સૌથી વધુ ભીડભાડ રહે છે. ત્યાં આવેલી તમામ ખાણી-પીણીની લારીઓ જડબેસલાખ બંધ રહી હતી. જે આગામી તા.31મી માર્ચ સુધી બંધ રહેશે. આશરે 40 જેટલી ખાણી-પીણીની લારી, કેબિનો, હોટલો તેમજ બિરયાની અને આમલેટની લારીઓ દુકાનો બંધ રહી હતી. આ સિવાયની તમામ દુકાનો અને વેપાર ધંધા રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.

ખાણી પીણીની લારીઓ સિવાયના વેપાર-ધંધા રાબેતા ચાલુ રહ્યા

_photocaption_સંખેડા ગ્રામ પંચાયતે ખાણીપીણીની દૂકાનો બંધ રાખવા નોટિસ આપતા આજે લારીવાળાઓએ પોતાનો ધંધો બંધ રાખ્યો હતો. }સંજય ભાટીયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...