જામનગરમાં મહેસૂલ સેવા સદને પાસ માટે દૂધ સપ્લાયરોના ટોળાં ઉમટી પડતા દોડધામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને ફેલાતો અટકાવવા આગામી તા. 14મી સુધી લોકડાઉન જાહેર કરાયું હોવા છતાં જામનગર મહેસૂલ સેવા સદને પાસ માટે દૂધ સપ્લાયરોના ટોળાં ઉમટી પડતા જિલ્લા વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ સપ્લાયરો ગ્રામ્ય વિસ્તારોમાંથી જામનગરની ડેરીઓમાં દૂધ સપ્લાય કરતા હોય આવાગમન માટે પાસની માંગણી કરી હતી. જો કે, તંત્રએ આવશ્યક ચીજવસ્તુ સાથે સંકળાયેલા ઉત્પાદનકર્તા, પરિવહનકર્તા અને વેચાણકર્તાઓને પાસ અપાશે તેમ જણાવતાં ટોળાં વિખેરાયા હતાં.

તમારૂ નામ અને ધંધાનું સરનામું આ નંબર પર મોકલો, બનતી ઝડપથી પાસ કાઢી અપાશે

જામનગર શહેર અને તાલુકા માટે દૂધ, શાકભાજી, ફળ, મેડીકલ, દવાઓ જેવી આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદનકર્તા, પરિવહનકર્તા, વેચાણકર્તાએ 97248 23183 અથવા 97234 04115 મોબાઇલ નંબર ઉપર પોતાનું નામ, ધંધાનું સરનામું મોકલી આપવાનું રહેશે. આથી તમારા વ્યવસાયના સ્થળે બને તેટલી ઝડપથી પાસ મોકલી આપવામાં આવશે તેમ તંત્રની યાદીમાં જણાવાયું છે.

વૃધ્ધ, દિવ્યાંગો અને એકલા રહેતા હાેય તેને ઘરે બેઠા દવા પહોંચતી કરાશે

જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકડાઉનની સ્થિતિમાં એકલા રહેતા સીનીયર સીટીઝન, વૃધ્ધો અને ઘરની બહાર નિકળવામાં સક્ષમ ન હોય તેવા વયોવૃધ્ધ તથા દિવ્યાંગોને ઘરબેઠા દવા મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. આ માટે આ લોકોએ 94298 91586 અને 94273 01695 મોબાઇલ નંબર પણ જાણ કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આવશ્યક ચીજવસ્તુ સાથે સંકળાયેલા ઉત્પાદનકર્તા, પરિવહનકર્તા અને વેચાણકર્તાઓને પાસ અપાશે
અન્ય સમાચારો પણ છે...