તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલ્ક સીટિ આણંદમાં દૂધ માટે દોડાદોડ: લાઇનો લાગી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મિલ્ક સીટી આણંદમાં જનતા કરફ્યુ પુર્વેની રાતે દુધ માટે લોકોએ પડાપડી કરી મુકતાં અછત સર્જાઇ હતી. જોકે અચાનક દુધની ખરીદી વધતાં અમુલ પાર્લરો પર લાઇનો પડી જતાં સ્ટોક ખુટી ગયો હતો.

આણંદ અમૂલ ડેરીના મેનેજીંગ ડીરેકટર આર.એસ સોઢીએ જણાવ્યું હતું કે અમૂલ દેશની નંબર દૂધ પ્રોડકટ ધરાવે છે. હાલમાં કોરોના ડરથી જનતા સંગ્રહ કરી રહ્યાં છે. પરંતુ અમૂલની કોઇ પ્રોડકટ અછત ઉભી થવા નથી. વડાપ્રધાને પણ જણાવ્યું છે કે, દૂધ સહિતની બનાવટો આવશ્યક છે.તેથી દૂધ વિતરણ સહિતની પૂરતી વ્યવસ્થા પાર્લર પર કરવામાં આવી છે.તમામ ગ્રાહકો જણાવવું છે કે અમૂલ કોઇ પ્રોડકટ ઘટ નથી.અમૂલ તમામ બનાવટો ભરપુર પ્રમાણ માલ છે.દૂધ વિતરણ સહિતની ચીજવસ્તુઓ કોઇ મનાઇ નથી.15 થી 20 ટકા વધુ દૂધ વિતરણ કરી રહ્યાં છે.

અમુલ દુધનો સ્ટોક પુરતા પ્રમાણમાં છે : સોઢી

અન્ય સમાચારો પણ છે...