ગાંધીધામથી ટ્રેઇલરમાં જતા હિજરતી બીકાનેર પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામથી ટ્રેલરમાં બેસી ૩૦થી 40 વર્ષના 58 જેટલા લોકો પોતાના વતન તરફ જતા હતા ત્યારે બીકાનેર ચેક પોસ્ટ ઉપર રોકી તેઓનું મેડિકલ ચેકિંગ હાથ ધરાયું છે. જ્યારે ટેન્કર સહિત અન્ય લોકોને 188ની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ છે. ગાંધીધામથી પોતાના વતન પંજાબ, હરિયાણા, દિલ્હીના રહેવાસીઓ એક ટેન્કરમાં આગળ કેબીનમાં સાત જણા અને બાકી પાછળ બેસાડી તેના પર તાલપત્રી ઢાંકી રૂપિયા એક-એક હજારમાં લઈને જઈ રહેલ ટેન્કર બીકાનેર ટોલનાકા પાસે રોકી ચેક કરતા પ૮ જેટલા વ્યક્તિઓ સવાર હતા જેને પૂછતાછ કરતા કામધંધો લોકડાઉનના લીધે ન હોવાથી અને કોઈ સાધન ન મળતા આ ટ્રેલર ભાડે કરેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફિરોઝપુરના મલ્લાવાલાના રહેવાસી ગુરજંટસિંહ મોરારસિંહ જાટ (શીખ)ની અટક કરી તમામને 188ની કલમ હેઠળ પકડી પાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...