અંકલેશ્વર પાલિકા સભ્યો વોર્ડ સેનેટાઇઝ કરવા ખુદ જોતરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર પાલિકા સભ્યો દ્વારા વોર્ડ સેન્ટાઇઝર કરવા સ્વયંમ હાજરી કરવી કોરોના સામે લોકો રક્ષણ આપવા કામગીરી કરતા નજરે પડી રહ્યા છે. વોર્ડ નંબર 2 અને વોર્ડ 1 માં પાલિકા સભ્યો ની હાજરીમાં સફાઈ, સેનેટાઇઝર કામગીરી કરાવી હતી.

અંકલેશ્વર નગરપાલિકાના ઉપ પ્રમુખ નિલેશ પટેલ તેમજ સાથી સભ્યો સાથે વોર્ડ નંબર 1 માં વિવિધ સોસાયટીમાં પાલિકાના સફાઈ અભિયાન અને કોરોના દવા છંનકાવમાં જાતે જોડાય હતા. અને વિવિધ સોસાયટી વિસ્તારમાં જઈને સફાઈ તેમજ સૅનેટાઇઝર થી સાફ કરાવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નંબર 2 ના સભ્ય પ્રદીપ પટેલ દ્વારા ગાયંત્રી મંદિર, ગજાનંદ સોસાયટી, ઉમિયાનગર સોસાયટી તેમજ સ્લમ વિસ્તારમાં સફાઈ। દવા છણકાવ તેમજ સૅનેટાઈઝર વડે સફાઈ કરવામાં આવી હતી તેમજ લોકો ઘરમાં જ રહેવા સમજાવ્યું હતું અને લોક ડાઉનનું પાલન કરવા માટે અપીલ કરી હતી. અને લોકો કોરોના અંગે જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...