તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ સંદર્ભે સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ વિશ્વમાં અને દેશમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મહીસાગર જિલ્લામાં કોરોના વાઈરસનો ફેલાવો ન થાય. તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ સ્તરે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. સાવચેતીના પગલાંના ભાગરૂપે તાજેતરમાં મહીસાગર જિલ્લા કલેકટર આર.બી બારડના અધ્યક્ષસ્થાને કોરોના વાયરસના સંદર્ભે અગમચેતી- સાવચેતી અને તકેદારી રાખવા માટે વ્યાપક જનજાગૃતિ કેળવવા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ ગઇ. બેઠકમાં કલેકટરે કોરોના વાયરસની ગંભીરતા સમજાવીને જણાવ્યું હતું કે પરિવાર કે સમાજમાં કોઈને કોરોના વાયરસના શંકાસ્પદ ચિહ્નો દેખાય તો તાત્કાલિક ડોક્ટરોનો સંપર્ક કરીને સારવાર લેવાનું શરૂ કરવું જોઈએ. તમારા પરિવાર કે સમાજમાં કોરોના વાયરસના ચિન્હ ધરાવતા શંકાસ્પદ દર્દીઓ જોવા મળે તો તેને છુપાવવાને બદલે તંત્રને જાણ કરીને

...અનુ. પાન. નં. 2

લુણાવાડા ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

કોરોનાની શંકાસ્પદ વ્યકિત ધ્યાનમાં આવે તો તંત્રનું ધ્યાન દોરવું

અન્ય સમાચારો પણ છે...