તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર ત્રાટકયું, દુકાનદારોમાં અફડા તફડી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ ફેલાવામાં કડીરૂપ ચા,નાસ્તાની રેંકડીઓ,પાનના ગલ્લા પર મનપાએ શનિવાર બપોર બાદ તવાઇ બોલાવતા દુકાનદારોમાં અફડા તફડી મચી ગઇ હતી. જામ્યુકોની ત્રણથી વધુ ટીમ ખોડયાર કોલોની, હવાઇચોક, અંબર રોડ, લાલબંગલા સહીતના વિસ્તારોમાં ત્રાટકી હતી અને તકેદારીના ભાગરૂપે ચા,નાસ્તા,પાનની દુકાનો અને રેંકડીઓ બંધ કરાવામાં આવી હતી.

કોરોના વાયરસનું સંક્રમણ વધે નહીં તે માટે જામનગરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લઇ કલમ 144 લાગુ કરવામાં આવી છે. કોરોના વ્યકિતથી વ્યકિતમાં ફેલાતો હોય ચાર વ્યકિતને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આમ છતાં લોકો તકેદારી રાખવાને બદલે ચા, પાન, નાસ્તાની રેંકડીઓ અને દુકાનો પર એકઠા થઇ રહ્યા છે. આ સ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાની ત્રણથી વધુ ટીમ શનિવારે બપોર બાદ ખોડીયાર કોલોની, હવાઇચોક, અંબર રોડ, લાલબંગલા સહીતના વિસ્તારોમાં ત્રાટકી હતી. જેમાં મનપાના કમિશ્નર સતીષ પટેલ, ડેપ્યુટી કમિશ્નર વસ્તાણી સહીતના અધિકારીઓ પણ જોડાયા હતાં. મનપા દ્વારા તકેદારીના ભાગરૂપે બંધ આ વિસ્તારોમાં ચા,પાન,નાસ્તાની દુકાનો અને રેંકડીઓ બંધ કરાવી ગંદકી ફેલાવવા સબબ દંડની વસૂલાત કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની ત્રણથી વધુ ટીમો શનિવારની સાંજે શહેરભરમાં ફરી વળી, તકેદારીના ભાગરૂપે દુકાનો બંધ કરાવાઇ

_photocaption_ગંદકી થઇ શકે તેવી જગ્યાએ અિધકારીઆે દ્વારા અગમચેતીના પગલા પણ ભરાયા હતાં.} તસવીર : હસીત પોપટ*photocaption*
અન્ય સમાચારો પણ છે...