તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળીનું માંડવરાયજી મંદિર અને દૂધરેજ વડવાળા ધામ બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાઇરસના 2 શંકાસ્પદ દર્દી મળી આવતાં મંદિરો બંધ રાખવા નિર્ણય લેવાયો છે. મૂળીમાં માંડવરાયજી દાદાનું મંદિર અને દૂધરેજ વડવાળા ધામ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ અંગે ટ્રસ્ટી મયુરસિંહ પરમારે જણાવ્યુ કે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દરેક વ્યકિતએ સાથ આપવો જરૂરી બની ગયો છે. દેશહિતમાં આ નિર્ણય લીધો છે. તા.31 માર્ચ પછી રાબેતા મુજબ દાદાના દર્શને દર્શનાર્થીઓ આવી શકશે.

વડવાળા ધામના મહંત કણીરામબાપુ અને કોઠારી મુકુંદરામબાપુના જણાવાયા મુજબ તકેદારીના ભાગરૂપે વડવાળા મંદિરના તમામ કાર્યક્રમો હાલ મોકુફ રખાયા છે. જેની ધર્મપ્રેમી જનતા અને નાત વિહોતરે નોંધ લેવી. પાટડી મુકામે શકિત માતાજીના મંદિરનો 27-28-29 માર્ચે યોજાનારો જિર્ણોધ્ધાર દરમિયાન યોજાનાર યજ્ઞ, હવન સહિતના કાર્યક્રમો મોકૂફ રખાયા છે.

માંડવરાયજી મંદિર


નિર્ણય

31 માર્ચ સુધી મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટી મંડળનો નિર્ણય

શક્તિ માતા મંદિરનો ત્રિ-દિવસીય કાર્યક્રમ મોકૂફ
અન્ય સમાચારો પણ છે...