તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધ્યાહ્ન ભોજનમાં તુવેરદાળને બદલે ચણાદાળ પધરાવાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા સરકાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને શિક્ષણની સાથોસાથ બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ નાસ્તો-ભોજન પીરસાય છે.

ખેડા જિલ્લાના વસો પંથકની સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના તળે શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ભોજન માટે તુવેરદાળ ફાળવવામાં આવતી નથી અને ચણાદાળ પધરાવી દેવાતી હોવાનો કકળાટ ઉઠવા પામ્યો છે.

વધુ માહીતી મુજબ વસો તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજના હેઠળ બાળકોને નાસ્તો અને ભોજન પીરસવામાં આવે છે. જો કે, કેટલાંક અરસાથી તુવરદાળના બદલે ચણાદાળ પધરાવી દેવામાં આવતી હોવાની બૂમ જાગી છે. ઉલ્લેખનીય છે કે, બાળકો માટે નાસ્તો બનાવવા માટે વધારાનો ખર્ચ કરવા તથા વાસણોની ફાળવણી કરાઇ નથી. તુવેરદાળ આપવામાં નહિ આવતાં ના છૂટકે દાળ-ભાતના મેનુમાં ચણાદાળનો ઉપયોગ કરવો પડે છે. આ અંગે મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી મંડળના હોદ્દેદારો દ્વારા સત્તાધિશોને રજૂઆત કરવાના બદલે મૌનીબાબા બનીને બેસી રહેતાં હોવા સામે વાલીવર્ગ અને યોજના સંચાલકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. ખેડા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળાઓને તુવરદાળનો જથ્થો ફાળવવાની માંગણી ઉચ્ચારી હતી.

કર્મચારી મંડળના હોદ્દેદારોના મૌનથી વાલીઓમાં રોષ

અન્ય સમાચારો પણ છે...