તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનમાં જુના સચિવાયલ પાસે ક્રિકેટ રમતા 5 સામે ગુનો નોંધાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર | લોકડાઉન વચ્ચે જુના સચિવાયલ પાછળ મીના બજાર પાસે ક્રિકેટ રમતા પાંચ યુવકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. બીન જરૂરી રીતે બહાર નીકળતા અને ટોળા કરતાં શખ્સોને શોધી કાઢવા પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં મીના બજાર પહોંચી ત્યારે 7થી8 યુવકો ક્રિકેટ રમી રહ્યાં હતા, પોલીસને જોઈને નાસભાગ મચાવી હતી. 5 યુવકોને પોલીસે દબોચી લીધા હતા જ્યારે બાકીના ભાગી ગયા હતા. ઝડપાયેલા શરદ દંતાણી, રવિ દંતાણી, કિરણ દંતાણી, સતિશ દંતાણી અને રમેશ દંતાણીની સામે પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...