તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનમાં મોપેડ પર દારૂ લઇ જતો બુટલેગર પકડાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરમાં પોલીસ દ્વારા કોરોના વાયરસને લઇને ચુસ્ત બંદોબસ્ત સાથે વિનાકારણ રખડતાં લોકો સામે લાલ આંખ કરાઇ રહી છે. તેમ છતાં નંદેલાવ બ્રીજથી એબીસી સર્કલ તરફ એક શખ્સ મોપેડ પર દારૂની હેરાફેરી કરતો પોલીસે ઝડપી પડ્યો હતો. કોરોના વાયસરને લઇને લોકડાઉન કરવામાં આવતાં ભરૂચ શહેર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. દરમિયાન ભરૂચના એબીસી ચોકડી ખાતે પોલીસ કર્મીઓ ચેકિંગમાં ઉભા હતાં ત્યારે મોપેડ પર નંદેલાવ બ્રીજથી એબીસી ચોકડી તરફ આવતાં આઝાદ હર્ષદ પટેલ (રહે. સાંઇ ગાર્ડન, સોસાયટી, હલદરવા) નામના શખ્સને પોલીસે અટકાવી પુછપરછ કરી હતી. પોલીસે ચેકિંગ કરતાં મોપેડની ડેકીમાં દારૂની 6 બોટલો મળી હતી. જેના પગલે પોલીસે તેની સામે ગુનો નોંધી કુલ સાડા પાંચ હજારનો દારૂ, એક મોબાઇલ તેમજ મોપેડ મળી કુલ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...