તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં લોકડાઉન વધુ કડક બન્યું 3 વાગ્યા બાદ નીકળ્યા તો જેલ પાક્કી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા કલેક્ટર આઈ. કે. પટેલ દ્વારા સોમવારના રોજ લોકડાઉનને વધુ કડક કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ નાગરિકો વ્યાજબી કારણ સિવાય ઘરની બહાર નીકળી શકશે નહીં. વ્યાજબી કારણસર ઘરની બહાર નીકળનારા નાગરિકોએ પણ દોઢ મીટરનું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. કોઇ પણ કિસ્સામાં એવી બાબત જાહેર થશે કે ખોટા બહાના હેઠળ કોઇ નાગરિક ઘરની બહાર નીકળ્યો છે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોએ શાકભાજી, કરિયાણા માટે જરૂરી હોય તો જ દિવસમાં એક વાર બહાર નીકળવાનું રહેશે. બપોરના 2-00 વાગ્યા પછી નજીકના દૂધના પાર્લર સુધી ફક્ત દૂધ લેવાનું હોય તો જ નીકળવાનું રહેશે. બપોરના 3 કલાક પછી પાસ ધારકોએ પણ મેડિકલ, હોસ્પિટલના કારણો સિવાય ઘરની બહાર નીકળવાનું રહેશે નહીં. ધંધાકીય પ્રવૃત્તિઓને ફેક્ટરી, યુનિટ ચાલુ રાખવાની મંજુરી છે, તેઓના સ્ટાફે ઘરથી યુનિટ અને યુનિટથી ઘરે જ આવવાનું રહેશે. ખાનગી દવાખાના, હોસ્પિટલ, નર્સિંગ હોમ તથા આવશ્યક આરોગ્ય સેવાના સ્ટાફ જેઓ પાસે અધિકૃત પાસ છે તેઓને સમય મર્યાદા લાગુ પડશે નહીં. શાકભાજી, કરિયાણું, મેડિકલ સ્ટોર્સના વેપારીઓએ વિતરણ સમયે દોઢ મીટરનું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી રહેશે. સોસાયટી, મહોલ્લો, શેરી, ચાલીમાં પણ દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં જ રહેવાનું રહેશે. લોકડાઉન દરમિયાન પોતાના ઘરના કમ્પાઉન્ડની બહાર, રસ્તા પર કે કોમન પ્લોટનમાં પણ આવી શકશે નહીં.

વ્યાજબી કારણ સિવાય તેમજ શાકભાજી લેવા અેક જ વખત બહાર નીકળાશે

અન્ય સમાચારો પણ છે...