ભીખાપુરા ગામે લૉકડાઉનમાં નીકળતા લોકોને ઉઠ-બેઠ કરાવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામે લોકડાઉન દરમિયાન વગર કામના નીકળતા લોકોને પોલીસે ઊઠબેસ કરાવી, લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી હતી.

કોરોનાવાઈરસના પગલે સમગ્ર ભારત દેશમાં 21 દિવસ માટે લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામના તેમજ આજુબાજુના રહીશો કોરોના વાઈરસની ગંભીરતા ન સમજતા વગર કામના ગામમાં આંટાફેરા મારતા હતા. જે અંગે પોલીસે જનતાના હિતમાં લાલ આંખ કરી કામ વગર ફરતા લોકોને પોતાના વ્હીકલો એકબાજુ ઉભા રખાવી ઊઠબેસ કરાવી સજા કરી હતી. જેના પગલે ભીખાપુરા નગર તેમજ આજુબાજુના ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. કામ વગર રખડતા લોકો બંધ થઈ ગયા હતા ભીખાપુરા સજ્જડ બંધ રહેવા પામ્યું હતું. ઉઠ બેસની સજા કરવામાં આવે છે. આ વાત વાયુવેગે નગરમાં પ્રસરતા લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.

આમ પાવીજેતપુર તાલુકામાં ભીખાપુરા ગામે પોલીસે ચુસ્ત પણે અમલ કરતા લોકડાઉન ભંગ કરતા લોકોને સજા કરતા સજ્જડ બંધ રહેવા પામ્યું હતું.

_photocaption_પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામે લોકડાઉન દરમિયાન વગર કામના નીકળતા લોકોને પોલીસે ઊઠબેસ કરાવી, લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી હતી. આમ પાવીજેતપુર તાલુકામાં ભીખાપુરા ગામે પોલીસે ચુસ્ત પણે લૉકડાઉનનો અમલ કરાવ્યો હતો. } મિતેષ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...