તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LCBએ જાહેરમાં જુગાર રમતા 5 શખ્સને ઝડપ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢડા તાલુકાના ઉગામેડી ગામે જાહેરમાં જુગાર રમતાે હોવાની બાતમીને આધારે બોટાદ પોલીસે રેઇડ કરી 5 શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરેલ છે છે.

ઉગામેડી ગામે એલસીબીએ રેઇડ કરતા પાંચાભાઇ સાંકળીયા, પ્રકાશભાઇ બારૈયા, સંજયભાઇ ચૌહાણ, ત્રીકમભાઇ ગઢીયા, ભુપતભાઇ મકવાણા રહે, તમામ ઉગામેડી તા. ગઢડા જી. બોટાદ વાળાને 10520ની રોકડ રકમ સાથે પકડી પાડવામાં આવેલ. તેમજ હાલમાં કોરોના વૈશ્વીક માહામારી અંતર્ગત જાહેરમાં કોઇપણ એક જગ્યાએ 4 કે તેથી વધુ ઇસમોને ભેગા થવા પર મનાઇ હુકમ કરવામાં આવેલ હોય તેમ છતા ઉપરોક્ત 5 ઇસમો કોઇ સક્ષમ અધિકારીની પરવાનગી વગર જાહેરમાં જુગાર રમવા માટે ભેગા થયેલ હોય તમામ વિરૂધ્ધ જુગારધારા ઉપરાંત જાહેરનામા ભંગ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.

રૂ. 10520નો મુદ્દામાલ જપ્ત

ઉગામેડી ગામમાં જાહેરનામાનો ભંગ

અન્ય સમાચારો પણ છે...