તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઇ અને સુરતવાસીઓની વાગડમાં વતન પરસ્તી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ બીમારી સામે સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય હોતાં મુંબઇ અને પુનામાં રહેતા મૂળ વાગડવાસીઓ પોતાના વતન ભણી પરત આવી રહ્યા છે. આ ઉપરાંત સુરત અને બેંગલોરથી પણ કેટલાક કચ્છીઓ માદરે વતન આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી વિગતો મુજબ રાપર તાલુકાનો મોટા ભાગનો વ્યવહાર મુંબઇ અને પુના સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત સુરત અને બેંગલોરમાં પણ વાગડવાસીઓ નોકરી કે ધંધાર્થે સ્થાયી થયા છે. છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી કોરોનાના દર્દીઓની સંખ્યાને પગલે સાવચેતીના ભાગ રૂપે કચ્છ બહાર વસેલા આ લોકો વતન પરત ફરી રહ્યા છે. મોટાભાગના લોકો સામખિયાળી રેલવે સ્ટેશને ઉતરતા હોવાથી તેમની ચકાસણી બાબતે કયા પગલા લેવાય છે તે જાણવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. પોલનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો પણ તેમણે જવાબ આપવાની તસદી લીધી ન હતી.

ઉલ્લેખનીય છે કે, હાલે વાગડમાં ઘઉંની લલણી કરાઇ રહી છે જેના માટે પંજાબથી અનેક લોકો મશિન લઇને આવ્યા છે. બીજી બાજુ પંજાબમાં પણ કોરોનાના અનેક શંકાસ્પદ દર્દીઓ હોવાનું બહાર આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ આ દિશામાં પણ શું પગલાં લેશે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...