તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિશોરપુરાથી જુગાર રમતાં 5 ઇસમ ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચકલાસી પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી તે સમયે બાતમી મળી હતી કે, વડતાલના કિશોરપુરામાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે ખાનગી રાહે તપાસ કરીને દરોડો કરી હરેશ ઠાકોર, ધીરૂ પરમાર, જિગ્નેશ પીલ્લાઇ, રાજેશ ઉર્ફે ટીનાભાઇ પરમાર તથા મુકેશ તડવીને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રોકડા રૂ.320 તથા અંગઝડતીમાંથી રોકડા રૂ. 620 મળી કુલ રૂ. 940 નો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...