તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજના ધારાસભ્યએ કોરોના માટે 10 લાખની રૂપિયાની ગ્રાન્ટ ફાળવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસને અટકાવવા માટે કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી દ્ધારા રૂ. 10 લાખની ગ્રાન્ટ ફાળવશે. તાલુકા હેલ્થ ઓફિસરને આપેલી આ જાણકારીમાં હજુ પણ ધારાસભ્યએ વધુ નાણાની જરૂરત હોય તો બીજા દસ લાખ ફાળવાની તૈયારી બતાવી હતી.

ધારાસભ્યની સાથે કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉષાબા ઝાલા અને બીજા આગેવાનોએ નગરના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ અહીંના ર્ડાકટરો અને સ્ટાફની સાથે વાતચીત કરી જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ર્ડા. મનુભાઇ ગઢવી, ર્ડા. મિસ્ત્રી સહિત સીએચસીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. હાલમાં કપડવંજના સીએચસીમાં નવ ટીમ માટે ફક્ત માટે એક જ ટેમ્પરેચર ગન છે. તેમજ જરૂરી માસ્ક પણ નથી.

સીએચસીમાં નવ ટીમ માટે ફક્ત માટે એક ટેમ્પરેચર ગન

અન્ય સમાચારો પણ છે...