કણજરીનો પરિવાર ગોવા ચર્ચના દર્શન કરીને પરત ફરતા ફસાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ નજીક આવેલા કણજરી ગામનો પરિવાર ગોવાના ચર્ચમાં બાધા હોવાથી દર્શન કરવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વેળાએ ગોવા નજીક યુવક અને તેના માતા-પિતા લોકડાઉનને કારણે ફસાઇ ગયા છે. તેઓ ગુજરાત સરકાર સમક્ષ અપીલ કરીને વતનમાં પરત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત ગોવાથી 40 કિ.મી. દૂર અન્ય 23 વ્યક્તિઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.

આણંદ નજીકના કણજરી ગામમાં રહેતો સ્નેહલ અરવિંદભાઈ મેકવાન આઇટીઆઇમાં જોબ કરે છે. કણજરીમાં પોતાનું ઘર બને તે માટે તેના પરિવારે બાધા રાખી હતી. આ મકાનનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. આથી ગોવાના ચર્ચમાં બાધા નિમિતે દર્શન કરવા ગયો હતો. તેની સાથે તેના પરિવાર અરવિંદભાઈ મેકવાન અને માતા મિનાબહેન મેકવાન પણ હતા. ગોવામાં બાધા પૂરી થયા બાદ તેઓ પરત ફરી રહ્યા હતાં. ત્યારે લોકડાઉનની જાહેરાત થવાને લીધે તેઓ ફસાયા છે. 20 માર્ચનો આ પરિવાર ગોવા નજીક ફસાયો છે. હાલ તેઓ ત્યાં ગેસ્ટહાઉસમાં રેાકાયા છે. તેની માતા ડાયાબીટીસની બિમારી હોવાથી દવા લેવા માટે બહાર નીકળવા દે છે. બાકી અહીંથી નીકળી શકાય તેમ નથી. આ ઉપરાંત સ્નેહલે જણાવ્યું હતું કે અહીંથી 40 કિ.મીના આણંદના 20 વ્યક્તિનું બીજુ ગ્રૃપ અટવાયુ છે. તેઓ પણ પરત ફરવા માટેના પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

માતા બિમાર હોવાથી ગેસ્ટ હાઉસમાં રોકાયા : ગુજરાત આવવાના પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...