તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતથી જેઠનો પરિવાર રહેવા આવતો હતો એ ન ગમતા પરિણીતાનો આપઘાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરની ભાગોળે દરેડ ગામે રહેતી પરિણીતાએ ઘરે જ પંખાના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીધાનો બનાવ બહાર આવ્યો છે. મૃતક પરિણીતાના જેઠનો પરીવાર સુરતથી કોરાના વાયરસના માહોલ વચ્ચે રજા પડતા અત્રે રહેવા અર્થે આવતો હોવાનુ ન ગમતા આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે. આ અંગે પાેલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર તાલુકાના દરેડ ગામે રહેતી નેહાબેન પીયુશભાઇ કથીરીયા(ઉ.વ.20) નામની પરિણીતાએ તેના ઘરે જ પંખાના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બહાર આવ્યો છે.આ બનાવ અંગે મૃતકના પતિ પિયુશભાઇ કથીરીયાએ જાણ પંચ બીના હેડ કોન્સટેબલ એચ.બી.પાંડવ સહીતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

પોલીસે મૃતકના પતિનુ નિવેદન નોંધ્યુ હતુ જેમાં તેણે જણાવ્યા મુજબ સુરત ખાતે રહેતા તેના ભાઇનો પરીવાર વર્તમાન સમયમાં કોરાનાના વાયરસના ભયના વાતાવરણ વચ્ચે રજા પડી જવાથી દરેડ ખાતે આવી રહયો હોવાનો તેઓનો ફોન આવ્યો હતો.જે બાબત મૃતક પરિણીતાને ન ગમતા આ આત્મઘાતી પગલુ ભરી લીધાનુ પોલીસમાં જાહેર થયુ છે.મુળ મધ્યપ્રદેશની વતની આ પરિણીતાના સાતેક માસ પુર્વે લગ્ન થયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.આ બનાવની વધુ તપાસ પંચ બી પોલીસે હાથ ધરી છે.

દરેડની ઘટના|ઘરે પંખાના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો
અન્ય સમાચારો પણ છે...