જેતપુરના સંચાલકની ક્વોરન્ટાઇન માટે બંને શાળા આપવાની તૈયારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના કહેર સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને ક્વોરોન્ટાઇન જાળવવા અનુરોધ કર્યો છે. આ સમયે ભારતના નાગરિક તરીકે રાષ્ટ્રીય ફરજના ભાગરૂપે જેતલસર-જેતપુરના દિનેશ ભુવા અને તેની ટીમે પોતાના જેતલસર હાઈસ્કૂલ અને પેઢલા સ્થિત ધવલ સ્કૂલ એમ બે વિશાળ શૈક્ષણિક સંકુલો સરકારને વિનામૂલ્યે ક્વોરોન્ટાઇન માટે આપવા તૈયારી બતાવી છે. વેકેશન ખૂલતાં એક સપ્તાહ પહેલા વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઈ બંને કેમ્પસની સરકાર દ્વારા જરૂરી રીતે સેનેટાઇઝ કરી આપવાની અપેક્ષાએ બંને શૈક્ષણિક સંકુલો સોપવાની ઓફર કરેલ છે. સાથોસાથ બને કેમ્પસનો આશરે ૧૦૦થી વધારે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક મેનપાવર સ્ટાફ પણ દર્દીઓની દેખરેખને કોરોના મહામારીની કામગીરી માટે સરકારના હવાલે મૂકવાની ઓફર કરેલ છે. જેની પ્રેરણા લઈ શૈક્ષણિક, ઓદ્યોગિક અને ખાનગી સંસ્થાનો આ મહામારીની વિકટ પરિસ્થિતીમાં સરકાર અને તેના તંત્ર સાથે રહી તમામ સહયોગ આપી જન આરોગ્ય સુદ્રઢ બનાવવા અને પોતાની રાષ્ટ્ર ભાવના વ્યક્ત કરવા અનુરોધ પણ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...