લાંચના કેસમાં સિંચાઇ કચેરીના સિની. કારકૂનના જામીન રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડમાં ધરમપુર ચોકડી નજીક હોટલ પાસે ગત અઠવાડિયે એસીબીના છટકામાં રૂ.10 હજારની લાંચ લેતા પકડાયેલા કપરાડા મધુબન દમણગંગા યોજના વિભાગ કાર્યપાલક ઇજનેરની કચેરીનો સિનીયર કારકૂનની જામીન અરજી વલસાડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

વલસાડ જિલ્લાના કપરાડાના કરાડ ખાતે મધુબન દમણગંગા યોજના વિભાગ નં.1, કાર્યપાલક ઇજનેરની કચેરીનો એકાઉન્ટન્ટ રાજેશકુમાર કે ઝા અને સિનીયર કારકૂન રાકેશ દામોદર બચ્છાવ રહે.રપોલી ગામ,પટેલ પાડા,સેલવાસ,દાનહનાઓએ કાર્યપાલક ઇજનેર હસ્તકની વાપી બલીઠા ખાતે આવેલી ઓફિસમાં રેકોર્ડ રૂમ બાંધકામના રૂ.14.55 લાખ પૈકી રૂ.10.48 લાખના પેમેન્ટ થયા બાદ કોન્ટ્રાકટર પાસે બાકીના રૂ.4.07 લાખનું પેમેન્ટ ચૂકવવા માટે લાંચની રકમ માગી હતી.કોન્ટ્રાકટરે ચેક લેવા એકાઉન્ટન્ટ રાજેશકુમાર ઝાનો સંપર્ક કર્યો હતો.જેમાં તેણે રૂ.10 હજારની લાંચની માગ કરી હતી.આ મામલે ફરિયાદી કોન્ટ્રાક્ટરે વલસાડ એસીબીમાં ફરિયાદ કરતાં 20 માર્ચે વલસાડની ધરમપુર ચોકડી ખાતે સ્વાદ હોટલ પાસે હિસાબનીશના કહેવાથી લાંચની રકમ લેવા આવેલો સિનીયર કારકૂન રાકેશ બચ્છાવ રૂ.10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.આરોપી રાજેશ ઝાએ વલસાડ સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી જામીન અરજીની 26 માર્ચે સુનાવણી થતાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી સ્પે.જજ એમ.આર.શાહે અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

બિલના ચૂકવણા માટે લાંચ માગી હતી

અન્ય સમાચારો પણ છે...