વેડા, મંડાલી, ચડાસણા, પેથાપુરમાં સઘન સર્વેલન્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેથાપુરમાં રહેતા અને વેડાના મેડિકલ ઓફિસર ર્ડા. દીક્ષિત પટેલને 28 માર્ચે કોરોના પોઝિટીવ આવ્યો હતો. જેમના સંપર્કમાં આવેલા 20 અને વેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા અલ્પેશ વાઘેલાના નોકરી મુકામે સંપર્કમાં આવેલા 27 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમના રહેઠાણ તથા નોકરીના સ્થળે લોકલ ટ્રાન્સમિશન અટકાવવા માટે તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયું છે. આ વિસ્તારમાં સરવે કરનાર સ્ટાફને માસ્ક, હેન્ડગ્લોઝ અને કેપ આપી તથા પીપીઇ કીટ ઉપલબ્ઘ કરાવીને સંપૂર્ણ સાવચેતી સાથે સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં માણસા તાલુકાના વેડા, મંડાલી, ચડાસણા અને ગાંધીનગર તાલુકાના પેથાપુર ગામમાં સંપર્કમાં આવેલા વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય લક્ષણો ધરાવતા બે દર્દીઓ જોવા મળેલ છે, જેઓને હોમ ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. આ પ્રકારનો સરવે સતત સાત દિવસ સુધી કરવામાં આવશે.

ગાંધીનગરમાં નોવેલ કોરોના વાયરસને નાથવા માટે જિલ્લામાં ચોથો કોમ્યુનિટી સરવે હાથ ધરવામાં આવ્યો છે. આ સરવેના ત્રીજા દિવસે જિલ્લાના 317 ગામના 2,67,880 કુટુંબનો સરવે કરવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનુભાઇ સોલંકીએ માહિતી આપતા કહ્યું હતું કે, જિલ્લામા અત્યારસુધી કુલ 1029 વ્યક્તિઓ બીમાર હોવાનું માલૂમ પડ્યું હતું.’

સંપર્કમાં આવેલા 47ને ક્વોરન્ટાઈન કરાયા

અન્ય સમાચારો પણ છે...