તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં વિદેશથી પરત આવેલ વ્યક્તિને હોમ ક્વોરોન્ટાઇન કરવા સૂચન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોવેલ કોરોના વાઈરસ (COVID-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી તરીકે જાહેર કર્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને નિવારવાના આશયથી અગમચેતીના પગલાઓ લઇ શકાય એ માટે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં હજુ સુધી એક પણ કોરોના વાઈરસનો દર્દી મળી આવેલ નથી. તેમણે જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવી શકાય એ માટે જિલ્લા સેવાસદનમાં આવેલ જનસેવા કેન્દ્ર, તથા તમામ મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રો, આધાર કેન્દ્રોને આગામી તા. 31મી માર્ચ સુધી બંધ જાહેર કર્યા છે. આ ઉપરાંત જિલ્લા સેવાસદનમાં આવેલી કલેક્ટર કચેરી તેમજ છોટાઉદેપુર જિલ્લામાં આવેલી વિવિધ વિભાગની કાર્યરત તમામ સરકારી કચેરીઓમાં તા. 31 માર્ચ સુધી કોઇપણ મુલાકાતીઓને પ્રવેશ ન કરવા જણાવ્યું છે. કોઇ અનિવાર્ય તાકીદના સંજોગોને કારણે કોઇ કચેરીશાખાના અધિકારીનો સંપર્ક કરવો હોય તો અગાઉથી જાણ કરીને સમય મેળવીને જ જે તે કચેરીમાં આવવાનું રહેશે. જેની તમામ નાગરિકોને નોંધ લેવા જણાવ્યું છે.

વધુમાં તેમણે જિલ્લામાં કોઇ પણ વ્યક્તિ વિદેશ પ્રવાસેથી પરત આવેલી જણાય તેને હોમ ક્વોરોન્ટાઇન કરવા, રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓના સ્ક્રિનીંગ કરવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે હોમ ક્વોરોન્ટાઇન, ફેસીલિટી ક્વોરોન્ટાઇનઅને આઇસોલેશન વોર્ડની જરૂરિયાત

...અનુસંધાન પાના નં.2

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજન

_photocaption_છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.} વિવેક રાવલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...