તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેક્ટર સાથે દવા છાંટવાના પંપથી જંતુનાશક દવાનો છંટકાવ કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિનોર પંથકના શિનોર, સીમળી, દામપુરા, માલસર ગામોમાં ગ્રામજનો દ્વારા ટ્રેક્ટર સાથે દવા છાંટવાના પંપથી જંતુમુક્ત કરવાની કામગીરી હાથ ધરાયેલ છે. ગામડાઓમાં હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસના રોગચાળા અટકાયતના પગલે ભરવામાં આવેલ અભૂતપૂર્વ લાૅકડાઉનના પગલે નર્મદા નદીના કિનારાઓના આશ્રમો પર અન્ય રાજ્ય તેમજ જિલ્લામાંથી આવી લોકો રહેવા લાગેલ છે. કોટલાક ગામોમાં ગ્રામજનો દ્વારા જ ગામમાં રહેવુ અને ગામની બહારની વ્યક્તિને પ્રવેશ નહીં આપવાનું નક્કી કરાયેલ છે. સીમળી ગામના યુવકોએ ગામની નાકાબંધી કરેલ છે. બારકાલ અને કંજેઠા ગામે બહારથી આવેલ વ્યક્તિઓ સાથે ઘર્ષણ થયેલાનો પણ બનાવ બનેલ છે. જ્યારે આરોગ્ય કર્મીઓ સરવે માટે જાય છે ત્યારે તેમના સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન થતુ હોય છે. સચોટ માહિતી પુરી પાડતા નહી હોવાનું પણ જાણવા મળેલ છે. કોરોના વાઈરસથી થતો રોગચાળો અટકાવવા દરેક લોકો જરૂરી સાથ સહકાર આપે તેમજ ઘરે રહેવાનું જ પસંદ કરે એ ખૂબ જરૂરી હોવાનું પંથકમાં ચર્ચા ચાલે છે.

નર્મદા કિનારાઓના આશ્રમમાં રાજ્ય-જિલ્લામાંથી આવેલા લોકો રહેવા લાગ્યા

અન્ય સમાચારો પણ છે...