તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશીયલ મિડીયા થકી પ્રવૃતિ શિક્ષણનો નવતર પ્રયોગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદની તક્ષશીલા વિદ્યાલય દ્વારા આનંદમય પ્રવૃતિ શિક્ષણનો નવતર પ્રયોગ પ્રોજેક્ટ નવોન્મેષ શરૂ કરાયો છે. જેમાં શાળાના તમામ શિક્ષકો,આચાર્યો સંચાલકો વીડીયો કોન્ફરન્સથી ઘેર બેઠા દરરોજ 21 દિવસ સુધી વિષય વાઇઝ અભ્યાસ લક્ષી 10 પ્રવૃતિઓ બાળકોને વ્હોટ્સ એપ થકી અપાશે.

આ અંગે સંચાલક મહેશભાઇ પટેલે જણાવ્યુકે પ્રત્યેક પ્રાથમિકના વિદ્યાર્થી 45, ઉચ્ચતર પ્રાથમિકના 61, માધ્યમિક ઉચ્ચતરમાધ્યમિકને 72 પ્રવૃતિ એમ તમામ ધોરણના તમામ વિષયોનું સંકલન કરી કુલ 759 અભ્યાસી પ્રવૃતિ નિર્માણ કરાઇ છે.

જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, અંગ્રેજી વિષયોની તથા ભાષાકિય સમૃધ્ધી, ગણિતીક કોયડા, વૈજ્ઞાનિક પ્રયોગો, ક્રાફ્ટ ચિત્રકલા તથા ગણિત માટે રિઝનીંગ, ઘડીયાળ, સમય, માપ, અંતર, સુડોકુ પઝલ્સ અને વિજ્ઞાન વિષય માટે હવા, દળ, પાણી સાબુપ્રયોગ, પર્ણપોથી બનાવી ઇન્ટરનેટથી વૈજ્ઞાનીકો તથા કોરોના, ઇબોલા, સ્વાઇનફલુ સહિત રોગોના ચાર્ટ બનાવવા જ્યારે ભાષાકીય જ્ઞાન માટે કવિતાગાન, શબ્દ રમત, અંગ્રેજી ગ્રામર, ગુજરાતી ગીત, ફિલ્મીગીત પ્રવૃતિ કરાવશે.

લોકડાઉન દરમિયાન તક્ષશીલા વિદ્યાલયના વિદ્યાર્થીઓને

અન્ય સમાચારો પણ છે...