તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ડોનેશિયાની એમ્બેસીમાં ભારતીયોએ હોબાળો મચાવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે ચરોતરના ત્રણ કપલ સહિત ભારતના 54 વ્યક્તિઓ ફસાયા છે. આ ભારતીયોએ તેમને દેશમાં મોકલવા માટે ભારતીય એમ્બેસીમાં એકત્રિત થઇને સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ છતાં તેમના માટે કોઇ પગલા નહીં લેવાતા સોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ કરીને ભારત સરકાર સમક્ષ મદદ માટેની અપીલ કરી હતી.

આણંદના મેફેર રોડ પરના કાશીધામ બિલ્ડીંગમાં રહેતા ભરતભાઈ ગોસ્વામીની દિકરી કાનન અને જમાઇ રવિ ગોસ્વામી ગત 13 માર્ચના રોજ ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં હનીમુન માટે ગયા હતા. તેમની સાથે નડિયાદ શહેરના બે કપલો હતા. આમ ચરોતરના ત્રણ કપલ એટલે છ જણાં હતા. આ ઉપરાંત દેશના પંજાબ, હરિયાણા, દિલ્હી, મુંબઇ, જયપુર, મોહાલી સહિત કુલ 27 કપલો બાલીમાં રોકાયા હતા. ત્યારબાદ કોરોનાને કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આથી તમામ લોકો ત્યાં ફસાઇ ગયા છે. 14 એપ્રિલ સુધી કોઇ ઇન્ટરનેશનલ ફલાઇટ નથી. ભારત આવવા માટે તકલીફ પડી રહી છે.

બાલી ટાપુ ખાતેની હોટલમાં રોકાયેલી કાનને જણાવ્યું હતું કે, અમુક કપલો પાસે પૈસા ખૂટ્યા છે. હોટલવાળાઓ હોટલ ખાલી કરાવવાનું દબાણ કરી રહ્યા છે. આથી ભારતીય એમ્બેસીમાં જઇને તમામ ભારતીય કપલોએ રજૂઆત કરી હતી. ત્યારબાદ આ અંગેના સૂત્રોચ્ચાર કર્યા હતા. અંતે સોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ કરીને મદદની માંગણી
કરી હતી.

આણંદનું એક -નડિયાદના બે કપલ સહિત ચરોતરના છ જણાં ફસાયા

અન્ય સમાચારો પણ છે...