તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનપામાં મેનપાવર સપ્લાયરની મુદ્દતમાં શરતોને આધિન વધારો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અગાઉ આ અંગે 31 ડિસેમ્બર સુધી તેની મુદ્દત વધારવામા આવી હતી

સાથે જ કોન્ટ્રાક્ટરને બિલની ચૂકવણી કરવામાં કપાત સહિતની ચકાસણી કરાયા બાદ ડિપોઝીટની રકમ પરત કરવા અને પાછળથી કોઇ આર્થિક પ્રશ્નો ઉભા થશે તો અને તેમાં કોઇ ચૂક કર્યાની વાત સામે આવશે તો સંબંધિત રકમ હિસાબી અધિકારીના પગારમાંથી વસૂલ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

મેનપાવર સપ્લાયનો 3 વર્ષનો કોન્ટ્રાક્ટ સમવિત બિલ્ડ કેરને અપાયો હતો અને છેલ્લે કમિશનરની દરખાસ્ત મંજૂર કરીને 31 ડિસેમ્બર સુધી તેની મુદ્દત વધારવામા આવી ત્યારે સ્થાયી સમિતિએ ઠરાવ કરીને સ્પષ્ટ કહ્યું હતું કે હવે મુદ્દત વધારો નહીં મળે અને તાત્કાલિક ટેન્ડર કરીને નવી એજન્સી નક્કી કરવામાં આવે. પરંતુ તંત્ર દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ન હતી અને વધુ એકવાર આ એજન્સીને જ 3 મહિનાની મુદ્દત આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

આ દરમિયાન કર્મચારીઓના પગાર લટકી પડ્યા હતાં. કર્મચારીઓ દ્વારા છેલ્લે હડતાલ કરવાની ચીમકી આપવામાં આવી ત્યારે મામલો સચિવાલય પહોંચ્યો હતો અને મહેસૂલ તથા જિલ્લા પ્રભારી મંત્રી કૌશિકભાઇ પટેલે મ્યુનસિપલ કમિશનર, મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનને બોલાવીને આંતરિક વિવાદો બાજુ પર મૂકી દેવા સાથે કોઇપણ રસ્તો કરીને કર્મચારીઓના પગાર ચૂકવવા કહ્યું હતું.

જેના પગલે શનિવારે મળેલી સ્થાયી સમિતિ સમક્ષ મુદ્દત વધારાનો મુદ્દો મૂકવામાં આવ્યો હતો. તેમાં 31મી માર્ચ સુધી ત્રણ મહિના મુદ્દત વધારવા મંજુરી અપાઇ છે.

ગાંધીનગર | મહાપાલિકા કચેરીમાં આઉટસોર્સ કર્મચારીઓના પગાર 3-3 મહિના સુધી નહીં થવાનો મામલો પ્રભારી મંત્રી સુધી પહોંચ્યા બાદ અને તેમણે કર્મચારીઓના પગાર ચૂકવણા માટે રસ્તો કાઢવા ભારપૂર્વક કહ્યાં બાદ શનિવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મેનપાવર સપ્લાયરની મુદ્દતમાં વધારો કરવાની વાતને સ્થાયી સમિતિએ મંજૂરી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...