બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાના પ્રા. શિક્ષકો દ્વારા 50 લાખની સહાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોએ એક દિવસનો પગાર મુખ્ય મંત્રી રાહત ફંડમાં આપીને કોરોના સામે લડવા માટે પોતાનો નિર્ધાર વ્યક્ત કરીને જિલ્લામાંથી 50 લાખ રૂપિયાનું ફંડ આપ્યું છે.

વિશ્વવ્યાપી કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર પોતાના નાગરિકોને બચાવવા ઘણા પ્રયત્નો કરી રહી છે. ત્યારે સંકટની આ પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યના પ્રા. શિક્ષકો પણ સરકારની મદદે આગળ આવ્યા છે. રાજ્ય સંઘ દ્વારા તમામ જિલ્લા અને તાલુકા સંઘોને એક દિવસનો પગાર સ્વૈચ્છીક રીતે આપવા અહવાહન કરેલ છે. જે સંદર્ભે છોટાઉદેપુર જિલ્લા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઈ રાઠવા અને મહામંત્રી સુનિલભાઈ ઠાકર દ્વારા પણ તમામ તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ મંત્રી સાથે સંકલન કરી જિલ્લાના તમામ શિક્ષકોને એક દિવસનો પગાર, પગારબીલે કપાત કરી સહકાર આપવા અહવાહન કરેલ છે. જે સંદર્ભે તાલુકા દીઠ સહાયનો ચેક અલગથી તૈયાર કરી છોટાઉદેપુર કલેક્ટરને આપવામાં આવશે. બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાના તમામ શિક્ષકો, સીઆરસી, બીઆરસી દ્વારા 50 લાખથી વધુની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવનાર છે. જ્યારે આખા રાજ્યમાંથી લગભગ 40 કરોડથી વધુની સહાય આપવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...