તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદ તાલુકામાં આરોગ્ય વિભાગે 1.55 લાખ લોકોનું સ્ક્રીનિંગ કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મહાનગરો માંથી મોટી સંખ્યામાં શ્રમિકો આવતા ચિંતાનો વિષય જોવા મળ્યો હતો.ત્યારે તાલુકાની 4.64 લાખ વસ્તી ધરાવતા તાલુકામાં આરોગ્ય વિભાગના 900 કમર્ચારીઓ દ્વારા ઘેર-ઘેર ફરીને 1.55 લાખ લોકોનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.તેમજ તાલુકાની ત્રણ ધાવડીયા,ચાકલીયા અને ઠૂંઠ્ઠીકંકાસીયા બોર્ડરો ખાતે દશ હજાર લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું.તેમજ વિદેશી આવેલા તાલુકાના આઠ પરિવારના 3.44 લોકોને હોમ ક્વોરન્ટાઇનમાં રાખ્યા હતા.જેમાં 34 પૈકી પાંચ પરિવારના 20 લોકોનો ક્વોરન્ટાઇન સમય પૂર્ણ થતા મુક્ત થયા હતા.જયારે 16 લોકો 4 એપ્રિલ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં જ રહેશે.તાલુકા આરોગ્ય અધિકારી સહીતની આખી ટીમ ખડેપગે જોવા મળી હતી.

3 બોર્ડરો પર મહાનગરોથી આવેલા 10 હજાર લોકોનું ચેકઅપ

લીમડીમાં પણ આરોગ્ય ટીમ ફાળવી

કોરોના રોગને લઈને તાલુકામાં ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે.જે કોઈ પણ પ્રકારની ઇમર્જન્સીને પહોંચી વળશે.તેમજ લીમડી પોલીસ સ્ટેશન ખાતે પણ આરોગ્ય ટીમ ફાળવેલ છે.>ડી.કે પાંડે ,તાલુકા આરોગ્ય અધિકારી,ઝાલોદ
અન્ય સમાચારો પણ છે...