વલસાડમાં બેરીકેટ એન્ટી બેક્ટેરિયા કેમિકલ વડે સાફ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ | વલસાડ શહેરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા નગર પાલિકાની મદદ લઈને આઝાદ ચોકી અને પોલીસ બેરીકેટને એન્ટી બેક્ટેરિયા કેમિકલ વડે સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. વલસાડ શહેરમાં કોરોના વાયરસના એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. વલસાડ શહેરની આઝાદ ચોકી અને પોલીસ બેરિકેટને સોમવારે એન્ટી બેક્ટેરિયા કેમિકલ વડે સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ચોકી ઉપર અરજદારોની અવર જવર ચાલુ રહેતી હોય છે. જેને લઈને કોરોના વાયરસના કીટાણુ લાગ્યા હોય તો નાશ પામે તેમાટે આઝાદ ચોકી અને પોલીસ બેરિકેટને એન્ટી બેક્ટેરિયા કેમિકલ વડે સાફ સફાઈ કરવામાં
આવી હતી.
અન્ય સમાચારો પણ છે...