તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઘોડિયા તાલુકાના ગામોમાં 400 જેટલા લોકોને જમવાનું પહોંચાડાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાઘોડીયા તાલુકાના શ્રીપોર ટીબી, નિમેટા, સાકરીયા, જેવા ગામોમાં લગભગ 400 જેટલા લોકોને જમાવાનું પહોંચાડવામાં આવ્યું હતું. હાલમાં કોરોનાવાયરસ ને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે રોજ કમાઈ રોજ ખાનારા કુટુંબો ની હાલત કફોડી બની છે. હવે શું ખાવું તે પ્રશ્ન આવા કુટુંબો માટે વિકરાળ બન્યો છે ત્યારે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધર્મેશ પંડ્યા તથા સેવા સંસ્થાનના સહયોગથી ગઈકાલે વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટિમ્બી, નિમેટા, સાકરીયા, અડીરણ સિંહા પુરા ગામોના લગભગ 400થી પણ વધુ લોકોને જમવાનું પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવાયજ્ઞ માં શ્રીપોર ટીંબી ના અગ્રણી શાંતીભાઇ પટેલ, સરપંચ શ્રી કનુભાઈ, ભાજપા અગ્રણી સંજયભાઈ સોંલંકી, કૌશિકસિંહ તથા પીપળીયા યુવક મંડળ ના મિત્રો એ વિશેષ સેવા આપી હતી.

_photocaption_વાઘોડિયા તાલુકાના રાત્રી દરમિયાન યુવક મંડળો દ્વારા ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. } પ્રકાશ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...