સેવાના નામે આંટા મારવા અંજારમાં પાસ કઢાવવા લાંબી લાઇન લાગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલની પિરિસ્થિતીએ લોકો પોતાના ઘરોમાં જ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહયા છે. જે માટે પોલીસ કાર્યવાહી થઇ રહી હોવાના કારણે દુધ, શાકભાજી, રાશનના વેપારી તેમજ સેવાભાવી લોકોને કઇ તકલીફ ન પડે તે માટે મામલતદાર દ્વારા પાસ બનાવી આપવામાં આવી રહયા છે. પરંતુ સેવાના બહાને શહેરમાં આંટા મારવા અમુલ લોકો બીનજરુરી મામલતદાર કચેરીએ પાસ બનાવવા લાઇનો લગાડતા હોવાથી લોકોને તકલીફ વેઠવી પડી રહી છે.

આમ તો અંજાર મામલતદાર દ્વારા પુરતી ચકાસણી કર્યા બાદ જ લોકોને પાસ આપી રહ્યા છે. છતાં અમુક લોકો ચતુરાઇ વાપરી પાસ બનાવી જતા હોવાથી શહેરમાં ઠીક લાગે ત્યાં રખડતા જોવા મળે છે. જેથી જે સાચા સેવકો છે તે લોકોને પણ તકલીફો વેઠવી પડી રહી છે. જેથી લોકો બીનજરુરી પાસ બનાવવા લાઇનો ન લગાડે તેવી માંગ પણ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...