તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદમાં લોકડાઉનમાં ભીડ દૂર કરવા પ્રાંત-મામલતદારે દંડાવાળી કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ નગરમાં લોકડાઉન અને જાહેરનામા બાદ પણ કેટલાક લોકો બહાર જોવા મળી રહ્યાં છે.તેમજ ત્રીજા દિવસે સવારે લોકો એકબીજાથી અંતર રાખ્યા વગર જ ચીજ વસ્તુ લેવા માટે એકાએક લોકો ટોળા સાથે મોટી સંખ્યામાં આવતા પ્રાંત અધિકારી એસ.ડી.ચૌધરી,મામલતદાર વી.જી.રાઠોડ જાતે દંડા લઈને મેદાનમાં ઉતાર્યા હતા.લોકોને દંડા મારીને ભીડ દૂર કરવામાં આવી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ અને કલેક્ટરના જાહેરનામા બાદ પણ લોકો બજારમાં નીકળતા જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના આદેશથી ડીવાયએસપી બી.વી જાદવની સૂચનાથી પીએસઆઈ એચ.પી. દેસાઈ એક્શનમાં આવીને જાહેરનામા ભંગ બદલ સાત લોકોને જેલભેગા કર્યા હતા.અને ૧૦ વાહનો પણ જપ્ત કર્યા હતા.કોરોના વાઇરસના રોગની ગંભીરતા ન સમજતા જવાબદાર અધિકારીઓને રસ્તા પર ઉતરીને દંડાવાળી કરવાની ફરજ પડી હતી.

લોકો ભેગા થતા અધિકારીઓ મજબૂર

અન્ય સમાચારો પણ છે...