મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. 25 કરોડનું દાન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સામેની લડતમાં સંશાધન ઉભા કરવા માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં અત્યાર સુધીમાં 5500 નાગરિક-સંસ્થાએ રૂ. 25 કરોડનું દાન આપ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૂ. પાંચ કરોડનું દાન આપ્યું છે. દરમિયાનમાં પાવાગઢના કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. 51 લાખનો ફાળો આપવામાં હોવાનું ટ્ર્સ્ટના ચેરમેન અને સાંસદ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી રાહત નિધિની વિગત આપતા સચિવ અશ્વિની કુમારે કહ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી રૂ. 5 કરોડનો ફાળો આપવામાં આવ્યો છે. ઉપરાંત ક્રેડાઇ દ્વારા રૂ. 5 કરોડ, મેઘા એન્જીનીયરીંગ રૂ. એક કરોડ, ગણેશ હાઉસીંગ કોર્પોરેશને રૂ. 51 લાખ, પોલીકેબ ઇન્ડિયા દ્વારા રૂ. 50 લાખ, આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ રૂ. 11.11 લાખ, થરાદ જૈન સંધ રૂ. 21 લાખ, અસ્ટ્રાલ પોલિટેકનિક રૂ. 12.50 લાખ અને વલ્લભ વિદ્યાનગર કો.ઓ.બેંકે રૂ. 5 લાખનો ફાળો આપ્યો છે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટે પણ રૂ. 51 લાખનું દાન આપ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું રૂ. 5 કરોડનું દાન

અન્ય સમાચારો પણ છે...