તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની આફતને અવસરમાં પલટી, 75 બહેનોએ 2 લાખ માસ્ક બનાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લાના સખીમંડળોએ આફતને અવસરમાં પલટી માસ્કની માંગને પૂરી કરવા નેમ લીધી છે અને માસ્કનું ઘર બેઠા ઉત્પાદન શરૂ કર્યું છે. જિલ્લા નેશનલ રૂરલ લાઈવલીહુડના માર્ગદર્શન તળે જામનગર જિલ્લાની કાલાવડ તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા ઘરે જ માસ્ક બનાવી જિલ્લાની ગ્રામ વિકાસ એજન્સીને અત્યાર સુધીમાં 700 માસ્ક આપ્યા છે. આ સખી મંડળની બહેનોએ હાલ સુધીમાં બે લાખ જેટલા માસ્ક બનાવી લોકોને આપ્યા છે. આ માસ્ક બનાવવાની પ્રવૃત્તિથી આ બહેનો એક દિવસના રૂ.300 થી 500 જેટલી આજીવિકા પણ મેળવી રહી છે. આ થ્રીલેયર માસ્કની ગુણવત્તા પણ લેબોરેટરી દ્વારા ચકાસવામાં આવેલી છે. કાલાવડ તાલુકાના 16 સખીમંડળોની 75 બહેનો દ્વારા આ થ્રી લેયર માસ્ક બનાવવાની પ્રવૃત્તિ કુલ 10 ગામમાં ચાલુ છે. એક દિવસમાં એક બહેન દ્વારા 800 થી 1000 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. માસ્ક બનાવવા માટે આ બહેનોને કાપડ અને રબર પૂરા પાડવામાં આવે છે.

‘ઘરકામ છોડી માસ્ક બનાવીએ છીએ’

માસ્ક બનાવવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા સખીમંડળના સભ્ય ઉમાબા જાડેજાએ જણાવ્યું હતું કે, અત્યારે અમે ઘરકામ છોડીને પણ માસ્ક બનાવવાની પ્રવૃત્તિમાં સતત કાર્યરત છીએ જેથી જરૂરિયાતમંદ લોકો સુધી માસ્ક પહોંચાડી શકીએ અને સેવાકાર્યમાં સહભાગી થઇ શકીએ.

કાલાવડના દરેક ગામમાં પરિવારોને માસ્ક- સેનીટાઇઝરની બોટલ અપાશે

કાલાવડના તાલુકા વિકાસ અધિકારી જયદિપસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ સખી મંડળોની બહેનો દ્વારા નિર્મિત માસ્ક કાલાવડ તાલુકાના દરેક ગામના પરિવારોમાં વહેંચવામાં આવશે તેમજ સાથે પરિવાર દીઠ એક સેનિટાઈઝરની બોટલ પણ આપવામાં આવશે તેમ કાલાવડ તાલુકાના આસી. પ્રોજેક્ટ મેનેજર ડિમ્પલ ગોરીયાએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...