જબુગામમાં 106 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇનમાં રખાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોડલી તાલુકા જબુગામ ખાતે આજરોજ આરોગ્ય વિભાગની ટીમે જબુગામ ખાતે અન્ય જિલ્લામાંથી આવેલા 106 વ્યક્તિઓને ક્વોરન્ટાઇનમાં રખાયા છે. આવી વ્યક્તિઓને આરોગ્ય વિભાગની ટીમના એમ.પી.એચ.ડબલ્યુ. અજયભાઈ રમણા, પાંધરા પી.એચ.સી.ના જયેન્દ્રભાઈ જાદવ તેમજ જબુગામ ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ રાઠવા, ડે.સરપંચ કોમલબેન પંડિત દ્રારા ઘરમાં જ રહેવા માટેની સૂચના અપાઈ છે. નિયમિત રીતે તેઓના આરોગ્યની ચકાસણી કરાઈ રહી છે. ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાંથી આવેલા આ વ્યક્તિઓ ઘરની બહાર નીકળ્યા હતા. જેથી તે અંગે આરોગ્યની ટીમ અને જબુગામ ગ્રામ પંચાયત દ્વારા તેમને મળીને સમજાવી ઘરમાં જ રહેવા સૂચના અપાઇ હતી. જબુગામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરેક ફળિયામાં ડોર ટુ ડોર તપાસ કરાઈ હતી જેમા 106 વ્યક્તિઓ મળી આવી હતી.

દરેકને ઘરમાં જ રહેવા સૂચના અપાઈ હતી

અન્ય સમાચારો પણ છે...