કપવંજમાં હરદ્વારથી આવેલા 60 લોકોને હોમ ક્વોરન્ટાઇલ કરાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાના વિવિધ ગામોમાંથી હરદ્વાર તથા અન્ય ધાર્મિક પ્રવાસેથી ખાનગી ટ્રાવેલ્સમાં કપડવંજ પોતાના વતન પરત ફરતા હોમ ક્વોરન્ટાઇલ કર્યાં હતાં.

કપડવંજ તાલુકાના વિવિધ ગામના 55 પ્રવાસીઓ વતન ફર્યા છે. તેમાં તાલુકાના અલવાના 15, આંબલીઆરા -3, કરસનપુરા-2, ચપટીયા-4, જગડુપુર-9, પીરોજપુર-1, રાયણના મુવાડા-2, લાડુજીના મુવાડા-1, વસ્તાજીના મુવાડા-5, વેણીપુરા-1, વ્યાસવાસણા -2, સોરણા-9 તથા હીરાપુરા-2 મળી કુલ 55 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પ્રવાસથી પરત ફરતા અલવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમને જાણ થતા તાત્કાલીક તાલુકા આરોગ્ય કચેરીને જાણ કરી હતી. હાલના તમામ 55 પ્રવાસીઓને તેમના ગામે ઘરે હોમ ક્વોરન્ટાઇલ હેઠળ છે.

કપડવંજ તાલુકામાં હાલના સમયે રાજ્ય બહારથી આવેલા 115 નાગરીકો જે આ 55 સાથે થાય છે. કપડવંજ શહેર અને તાલુકામાંથી વિદેશથી આવેલા કુલ 60 નાગરીકો છે. જેમાંથી 46નો હોમ ક્વોરન્ટાઇલ પીરીયડ પુરો થયો છે. વિદેશથી આવેલા હવે માત્ર 14 નાગરિકો જ અન્ડર હોમ ક્વોરન્ટાઇલ છે. તેમ તાલુકા હેલ્થ ઓફિસર અંકુર પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...