તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવાંટમાં ગ્રામ પંચાયતથી બજારમાં ચાર રસ્તા પરનાં દબાણ દૂર કરાયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કવાંટમાં રાત્રી સભા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. તે દરમિયાન કવાંટ નગરમાં સરકારી એસટી બસો ગામમાં લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જેને અડચણરૂપ દબાણો દૂર કરવા માટે કવાંટ ગ્રામ પંચાયતને દબાણો દૂર કરવા માટે નોટિસ આપવા માટે જણાવ્યું હતું. ત્યારે પંચાયત દ્વારા નોટિસ અપાઈ હતી જેમાં સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે જણાવ્યું હતું અને જો તેમ ના થાય તો તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે દિન 15માં જણાવેલું હતું. કવાંટના અમુક જાગૃત વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતના પોતાનો દબાણો જાતે દૂર કર્યા હતા. પરંતુ અમુક વેપારી વર્ગ દ્વારા દબાણો દૂર ના કરતા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. ત્યારે ગટરોની સફાઈ જે ઘણા વર્ષોથી થતી જ નથી તો ગટરોની સફાઈ થશે ખરી ? તેવી લોક ચર્ચા ચાલી રહી છે. હવે તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સરકારી બસો જે છેલ્લાં બાર વર્ષથી ગામમાં આવતી નથી તે જૂના બસ સ્ટેશન પાસે આવશે કે કેમ. તેની લોક ચર્ચા નગરમાં ચાલી રહી છે. આજરોજ આ દબાણો દૂર કરવા માટે છોટાઉદેપુર જિલ્લા પ્રાંત અધિકારી, સીટી સર્વે અધિકારી, કવાંટ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કવાંટ પોલીસ મથક PSI તેઓના કાફલા સાથે આવ્યા હતા.

સ્વેચ્છિક રીતે દબાણ હટાવવા નોટિસ અપાઈ હતી

_photocaption_કવાંટમાં અમુક વેપારીઓ દ્વારા દબાણો સ્વેચ્છીક રીતે દૂર ન કરાતા ગ્રામ પંચાયત દ્વારા જેસીબીની મદદ લઈ દબાણો હટાવાયા હતા. } યશવંત ચૌહાણ*photocaption*
અન્ય સમાચારો પણ છે...