કોરોના અંગે જનજાગૃતિ ફેલાવવા ધારાસભ્યે રિક્ષા ફેરવીને લોક-સમજ આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવલી તાલુકામાં 22મી વડાપ્રધાન દ્વારા કોરોના વાઈરસના પગલે જનતા કરફ્યૂ સફળ બનાવવા તેમજ નાગરિકોમાં જનજાગૃતિ ફેલાય અને ખોટી અફવા ન ફેલાય તે સમજ આપતી રિક્ષાઓ દ્વારા ધારાસભ્ય કેતન ઈનામદારે ગામેગામ રિક્ષા ફેરવીને લોક સમજ પુરી પાડી છે.

સમગ્ર દેશમાં કોરોના વાઈરસના ડર અને પગપેસરાએ ભારે ભયનો માહોલ બન્યો છે. તેવામાં વડાપ્રધાન દ્વારા 22મી માર્ચે જનતા કરફ્યૂ સવારે 7:00થી રાતના 9:00 સુધી રાખવાનું આહવાન કરવામાં આવ્યું છે. તેના પગલે સમગ્ર દેશનું વહીવટી તંત્ર ભારે હરકકતમાં આવી ગયું છે. અને ઠેરઠેર જિલ્લા કલેક્ટરો દ્વારા જાહેરનામું બહાર પાડીને 144ની ધારા લાગુ કરાઈ છે. તેના પગલે તાલુકામાં લગ્નપ્રસંગો, ધાર્મિક પ્રસંગો કે મેળાઓ પણ રદ કરી દેવામાં આવ્યા છે. અને તાલુકાજનો કામ વગર બહાર ન નીકળવા માટે સાવધાની વરતી રહ્યા છે. તેના પગલે બજારો અને મુખ્ય માર્ગો પણ સૂમસામ ભાસવા લાગ્યા છે. જ્યારે નગરપાલિકા સહિત તાલુકાની તમામ ગ્રામ પંચાયતો, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, ડેરી મંડળો, મામલદતાર, ટી.ડી.ઓ અને આરોગ્ય વિભાગે પણ ભારે કમર કસી છે.

તાલુકાની પંચાયતો દ્વારા પણ વિવિધ નોટિસો બહાર પાડવામાં આવી છે. ગોઠડા ગ્રામ પંચાયત દ્વારા ઢંડાપીણા, કેન્ડી, 1 રૂપિયાવાળી પેપ્સી, આઈસ્ક્રીમ જેવી ચીજવસ્તુઓ વેચવા પર રૂપિયા 2500નો દંડ અને જાહેરમાં થૂંકનારને 500 રૂપિયાના દંડ માટેની નોટિસો ગામમાં લગાવવામાં આવી છે. ચારણપુરા ગ્રામ પંચાયતે પણ આવુ કર્યું છે. સાથે સાથે ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં રિક્ષા ફેરવીને કોરોના વાઈરસને હળવાશમાં ન લેતા. સાવધ રહેવા અને કોઈપણ ધાર્મિક સામાજીક પ્રસંગો ન ઉજવવા અને ઘરમાં જ રહેવા, ખોટી અફવા ન ફેલાવવા માટે તેમજ સંયમ રાખવાની જાણ કરતો સંદેશો રિક્ષાઓ દ્વારા સમગ્ર તાલુકામાં ફેરવવામાં આવ્યો છે. અને પ્રજાને સલામત અને આરોગ્યપ્રદ રહેવા માટે કામના કરી છે. સાથે સાથે આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ પણ પ્રજાને જાગૃતિ લાવવા ભારે કાર્યરત થઈ ગયા છે. સાથે સાથે તાલુકાની કોર્ટો સહિત તમામ કચેરીઓ પ્રજા માટે બંધ કરીને સાવધાનીના પગલા લેવામાં આવ્યા છે. સાવલી પાલિકા દ્વારા ફોગીંગ, ઉકાળા વિતરણ, આયુર્વેદિક ટેબલેટ વિતરણ જેવા જનકલ્યાણના કામો હાથ ધરાયા છે. આમ સમગ્ર તાલુકો કોરોના વાઈરસના સંક્રમણને રોકવા કટિબદ્ધ થયો છે.

ધાર્મિક સામાજિક પ્રસંગો ન ઉજવવા, ઘરમાં રહેવા અપીલ

અન્ય સમાચારો પણ છે...