તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં ગરીબો માટેનું અનાજ સગેવગે કરતાં 3 શખ્સ પકડાયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં લોકડાઉન દરમિયાન ટેમ્પીમાં ગરીબોના ભાગનું અનાજ સગેવગે કરતાં ત્રણ શખસ પકડાયાં છે. મરીડા ભાગોળ રોકેલી ટેમ્પીમાં તપાસ કરતાં અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થાના તપાસ કરતાં મામલો ગોડાઉન સુધી પહોંચ્યો હતો.

નડિયાદમાં લોકડાઉનની કાર્યવાહી દરમિયાન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન નડિયાદ શહેરના મરીડા ભાગોળ પાસે એક ટેમ્પી નં.જીજે 7 વીડબલ્યુ 6257ને રોકવામાં આવી હતી. જેની તલાસી લેતાં રેશનકાર્ડ ધારકોને આપવાના થતા ચોખાના કટ્ટા જોવા મળ્યાં હતાં.

આ અંગે ચાલક હરીભાઈ વિરાજી ભીલ (રહે. નડિયાદ, કનીપુરા)ની પૂછપરછ કરતાં તે જવાબ આપી શક્યો નહતો. આથી, સઘન પૂછપરછ કરતાં તે આ ચોખા નડિયાદ રોશન સૈયદ બાવાની દરગાહ પાસે આવેલા ગોડાઉનમાંથી મેળવ્યા હોવાનું જણાવ્યું હતું.

આથી, પોલીસની ટીમે ગોડાઉન પર પહોંચી યાસીનશા જુમ્માશા દિવાન (રહે. મરીડા ભાગોળ, નડિયાદ) તથા આરીફ ગફુરભાઈ વ્હોરા (રહે.સલમાન પાર્ક, નડિયાદ મુળ રહે. આણંદ)ની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ગોડાઉનમાં ઘઉંના કટ્ટા 325 કિંમત રૂ.1.62 લાખ તથા ચોખાના કટ્ટા 55, ટેમ્પીમાં 40 કટ્ટા મળી કુલ રૂ.47,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં ટેમ્પી સહિત 3.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘઉં અને ચોખા નાગરીકોને આપવાના થતા હોવાથી તે ઘઉં, ચોખાની ઉપર પોતાના માર્કા લગાવી સગેવગે કરતા પકાયાં છે. હાલ આ ત્રણેય સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.

સરકારી અનાજ પર પોતાના માર્કા લગાવી કાળા બજાર કરવાના કૌભાંડનો ઘટસ્ફોટ

_photocaption_નડિયાદમાં રેશનકાર્ડ ધારકોને આપવાનો જથ્થો સગેવગે કરતાં ત્રણ પકડાયાં હતા.*photocaption*
અન્ય સમાચારો પણ છે...