નડિયાદમાં વોર્ડ 5ના કાઉન્સિલરે સ્વખર્ચે ઘરે ઘરે સેનેટાઇઝ કરાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે સરકારે લોકડાઉન કરી તેને વકરતો અટકાવવા આવશ્યક પગલાં ભર્યા છે. જેના પગલે નડિયાદ શહેરના વોર્ડ નં.પ માં કાઉન્સીલર અને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સ્વખર્ચે ઘરેઘરે સેનેટાઇઝની કામગીરી કરવામાં આવતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

દરમિયાનમાં નડિયાદ શહેરના વોર્ડ નં.પ માં રહેતાં નાગરિકોને કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે અને વૈશ્વિક મહામારીને નાથવા માટે સ્થાનિક નગરસેવક નરેશ બ્રહ્મભટ્ટ તથા નડિયાદ શહેર (જિલ્લા) કોંગ્રેસ સમિતિ પ્રમુખ ચિરાગ બ્રહ્મભટ્ટ દ્વારા અહીંના વિસ્તારોમાં પોતાના ખર્ચે સેનેટાઇઝની કામગીરી કરાવવામાં આવી હતી. અહીંના વોર્ડ નં.પ માં દરેક મકાનોએ ફરીફરીને તથા વાહન પાર્કિગં સહિતના સ્થળોને સેનેટાઇઝ કરાયા હતા. આ કામગીરીને આગળ ધપાવવામાં આવશે તેમ કોંગી શહેર પ્રમુખ ચિરાગ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતુ.

શહેર કોંગ્રેસ પ્રમુખે પણ સાથ સહકાર આપ્યો

અન્ય સમાચારો પણ છે...