જામનગરમાં જુગટું રમતા બાર શખસો ઝડપાયા, બે ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના ત્રણ બતી નજીક ઘોડીપાસા ખેલતા 11 ખેલદા પોલીસના સકંજામાં સપડાયા હતા.જોકે,આ દરોડાઓ દરમિયાન બે શખ્સ નાશી છુટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં સીટી બી પોલીસે ત્રણ બતી સર્કલ સામે એક હોટલવાળી ગલીમાં ઘોડીપાસા વડે જુગાર રમતા રીઝવાન અયુબભાઇ ડોચકી, એઝાજ અજીજભાઇ, વસીમ હુશેનભાઇ, મજીદ હસનભાઇ દરજાદા, બશીર ઇસ્માઇલભાઇ, યુનુસ અલારખા ગોધાવીયા, કાદર ગફારભાઇ, યુનુસ અલીભાઇ દરજાદા, હનીફ હારૂનભાઇ ગોદર, શાહિલ હમીદભાઇ દરજાદા અને અલી મુસાભાઇને પકડી પાડયા હતા.

પોલીસે તમામના કબજામાંથી રૂ.10,200ની રોકડ રકમ અને ઘોડીપાસા સહીતની માલમતા કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.જયારે જામનગરમાં અન્ય દરોડામાં સીટી સી પોલીસે અંધાશ્રમ આવાસ નજીક રેલ્વેના પાટા પાસેથી જુગાર રમતા ધવલ અશોકભાઇ ગુઢકાને પકડી પાડી રોકડ સહીતની મતા કબજે લીઘી હતી.આ દરોડા દરમિયાન ક્રિપાલસિંહ જાડેજા અને સંજર ઉર્ફે બોદીયો અનવરભાઇ મલેક નાશી છુટયાનુ ખુલતા પોલીસે બંનેને ફરારી જાહેર કર્યા છે.

બે દરોડામાં રોકડ રકમ સહિત રૂ.12,350ની માલમત્તા કબજે
અન્ય સમાચારો પણ છે...