તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં કિડનીની બિમારીથી પ્રૌઢે દમ તોડયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ગર્વમેન્ટ કોલોની વિસ્તારમાં રહેતા પ્રૌઢને કિડનીની બિમારી સબબ સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે લાલપુર પંથકના ખટીયામાં રહેતા વૃધ્ધાએ બિમારીથી કંટાળીને પાણીના હોજમાં ઝંપલાવી આયખું ટુંકાવી લીધાનુ જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં લાલ બંગલા નજીક ગર્વમેન્ટ કોલોની વિસ્તારમાં રહેતા દિલીપભાઇ દેવજીભાઇ જાદવ(ઉ.વ. 57) નામના પ્રૌઢને કિડનીની બિમારી સબબ ગત તા.27ના રોજ જી.જી.હોસ્પીટલમાં ખસેડાયા હતા જયાં એકાદ દિવસની સારવાર દરમિયાન તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની મૃતકના પુત્ર મનિષભાઇ જાદવએ જાણ કરી હતી.લાલપુર તાલુકાના ખટીયા પાટીયા નજીક મોટા આશાપુર જવાના માર્ગ પાસે રહેતા જયાબેન ચનાભાઇ પરમાર(ઉ.વ.61) નામના વૃધ્ધાએ ઘર નજીક પાણીના હોજમાં પડતુ મુકીને જીવાદોરી ટુંકાવી લીધાનો બનાવ બહાર આવ્યો છે.આ બનાવની મૃતકના પતિ ચનાભાઇ દુદાભાઇ પરમારે જાણ કરતા મેઘપર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો.મૃતક વૃધ્ધાએ છેલ્લા ત્રણેક માસથી ગેસ અને માનસિક બિમારીથી કંટાળીને આ પગલુ ભરી લીધાનુ પોલીસમાં જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...