ઇન્દ્રા ગામમાં ત્રણ પરિવારની 18 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇનમાં રખાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારે 24 માર્ચથી મધ્ય રાતથી 21 દિવસનુ લોકડાઉન જાહેર કર્યું ત્યારે દરેક જગ્યાએથી કામ કરતાં બધા માણસો અલગ અલગ શહેરોમાંથી પરત પોતાના વતનમાં આવતા હોય છે.

સંતરામપુર તાલુકાના ઇન્દ્રા ગામના 18 વ્યક્તિઓ નેપાળ, મહાબળેશ્વરમાં રસોઈયાનું કામ કરતા હતા જેઅો નેપાળથી બસ દ્વારા વડોદરા સુધી અાવી પહોંચ્યા હતા પરંતુ વડોદરાથી લગભગ 200 કિલોમીટર ચાલતા
લુણાવાડા આવી ગયા હતા
ત્યાર બાદ તેમને પરિવારજનો મોટરસાયકલ પર ગામમાં લઇ અાવ્યા હતા. સર્વેમાં નેપાળથી અાવ્યા હોવાની જાણ થતા અારોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક તેમના ઘરે પહોંચીને સાવચેત રહેવાની જાહેર ચેતવણી માટે હોમ કર્વોનટાઇનમાં રાખવામાં અાવ્યા હોવાનું બોર્ડ તેમના ધર પર લગાવવામાં અાવ્યુ હતુ.

જેમા ૬ એપ્રિલ સુધી આ પરિવારની ગામના કોઈપણ વ્યક્તિએ અને સગા સંબંધીએ મુલાકાત કરવી નહીં કે તેમને મળવું નહીં તેવી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી

પરિવારના સભ્યોને કોઇઅે મળવુ નહી તેવી સૂચના અાપી

_photocaption_ઇન્દ્રા ગામમાં ત્રણ ધરના 18 વ્યક્તિઅોને હોમ કર્વોનટાઇનમાં રાખ્યામાં આવ્યા જેની જાણ કરતુ બોર્ડ લગાવવામાં અાવ્યુ હતુ. }ઇલ્યાસ શેખ*photocaption*
અન્ય સમાચારો પણ છે...