તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલારમાં ફરી રાતભર ટાઢોડું, તાપમાન 3 ડિગ્રી ગગડયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલારભરમાં ફરી એક વખત હવામાનમાં પલટા સાથે મિશ્રઋતુનો માહોલ રહયો હતો.જામનગરમાં મહતમ તાપમાન ત્રણેક ડિગ્રી નીચે સરકી 33.5 ડિગ્રીએ સ્થિર થયુ હતુ.તો રાત્રીનુ તાપમાન પણ એકાદ ડિગ્રી ગગડયુ હતુ.સુસવાટા મારતા પવન વચ્ચે રાતભર ફરી વાતાવરણમાં ટાઢકનો અહેસાસ લોકોએ કર્યો હતો.

જામનગર અને દેવભુમિ દ્વારકામાં સપ્તાહના પ્રારંભથી મહતમ તાપમાનમાં ક્રમશ: વધારા સાથે બપોરે આંશિક ગરમીનો લોકો અનુભવ કરી રહયા હતા જે દરમિયાન ગુરૂવારે રાતથી હવામાનમાં ફરી પલટો આવતા વાદળો છવાયા હતા જે બાદ શુક્રવારે સવારે લઘુતમ તાપમાનનો પારો નીચે ગગડયો હતો.સાથો સાથ સુસવાટા મારતા પવનનો મુકામ રહયો હતો જેથી શહેરીજનોએ ગુલાબી ઠંડકનો અહેસાસ કર્યો હતો. જયારે જામનગરમાં શુક્રવારે દિવસનુ તાપમાન પણ નીચે સરકયુ હતુ અને 2.9 ડિગ્રી ગગડીને પારો 33.5 ડિગ્રીએ પહોચ્યો હતો. જામનગર સહીત હાલારભરમાં શુક્રવારે ફરી મહદઅંશે બેવડી ઋતુના સંક્રમણનો અહેસાસ ફરી લોકોએ કર્યો હતો.જયારે પવનની ઝડપ પણ પ્રતિ કલાક 20થી 25 કિ.મિ. રહેવા પામી હતી.

જામનગર શહેરમાં સુસવાટા મારતા પવન વચ્ચે મિશ્રઋતનો માહોલ : 33.5 ડિગ્રીએ પારો સ્થિર થયો
અન્ય સમાચારો પણ છે...