ફતેપુરામાં ધારા 144નો ભંગ કરતા 10 લોકોને ઝડપી જેલ ભેગા કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશ આખાંમા કોરોના વાયરસને લઇને હાહાકાર મચી જવા પામ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકોને જાહેર અપિલ કરી લોકોને ઘરમા રહી લોકડાઉનનુ પાલન કરવાનુ જણાવાયું છે. જરુરીયાતની ચીજ વસ્તુઓની ખરીદી સીવાય કોઇએ પણ બીન જરૂરી ન નિકળવાનું પણ તંત્રએ આદેશ કર્યા છે. દાહોદ કલેક્ટર દ્વારા 144 લાગુ કરી સૌને ધારા 144 નુ પાલન કરવાના આદેશ આપવામા આવ્યા છે. ત્યારે ફતેપુરામાં લોકોને જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓ ખરીદવા એક નિયત સમય આપવામા આવ્યો છે. તે સમય સિવાય બે થી વધું લોકો એકઠા કરીને પોતાના ઘર આગળ બેસતા અને જાહેર માર્ગ પર લટાર મારતા 10 લોકોને ફતેપુરા પોલીસે ઝડપી જાહેર નામાનો ભંગ કરવા બદલ જેલમાં ધકેલી દીધા હતાં.

ઘર આગળ બેસતા અને જાહેર માર્ગ પર લટાર મારતા ઝડપાયા

સાથ સહકાર આપે તેવી અમારી અપીલ

144નુ ઉલ્લંધન કરનારની જ ધરપકડ કરાઇ છે. અગત્યાના કામ સિવાય નિકળતા લોકોની જ બાઇક ડીટેઇન કરી પોલીસને આવી કપરી પરિસ્થિતિમાં સાથ સહકાર આપે તેવી અપીલ છે. >સી.બી. બરંડા, PSI
અન્ય સમાચારો પણ છે...